પાટણ પ્રજાપતિ સમાજ ના સમૂહ લગ્ન અને શિવ કથામાં પધારવા પોલીસ પરિવારને નિમંત્રણ પાઠવી બંદોબસ્ત ફાળવવા રજૂઆત કરાઈ..

પાટણ તા. ૧૮
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં આગામી તા. ૨૩ નવેમ્બર ના રોજ યોજાનાર પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન તેમજ તા. ૨૭ નવેમ્બર થી શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના જિર્ણોદ્ધાર નિમિત્તે આયોજિત કરવામાં આવેલ શિવ કથાના પ્રારંભને લઈને મંગળવારે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના યુવા કાર્યકરો અને સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી, એલસીબીપીઆઈ, એ – ડિવિઝન, બી-ડિવિઝન પીઆઈ સહિતનાઓને સમૂહલગ્ન તેમજ શિવ કથાનું આમંત્રણ પાઠવી ઉપરોક્ત પ્રસંગો દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવા પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવવા રજૂઆત કરી હતી.
આ પ્રસંગે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને સમૂહ લગ્ન સમિતિના ચિંતન પ્રજાપતિ,મહેશ દલવાડી,યશપાલ સ્વામી, સંજય સ્વામી,ઈશ્વરભાઈ, કનુભાઈ, દર્શિલભાઈ સહિત ના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here