શંખેશ્વર ના આંગણે જૈન સંઘ માટે વિરલ કક્ષાનો અવસર ઉજવાયો..

શંખેશ્વરના શ્રુતમંદિરમાં ૭૦૦ વર્ષ ટકાઉ સાંગાનેરી કાગળ પર હસ્તલિખિત ૧૦૮ પુસ્તકો સંઘાર્પણ કરાયા..

શંખેશ્વર મહાતીર્થની પ્રભાવવંતી ભૂમિ પ્રવચન શ્રુતતીર્થના આંગણે એક ઐતિહાસિક અને જૈનસંઘ માટે વિરલ કક્ષાનો અવસર ઉજવાયો હતો.
જેમાં જૈન સંઘમાં સમર્થ સાહિત્ય સર્જક અને કામણગારી કલમનાસ્વામિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત તેમજ જૈનશાસનમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત સિદ્ધ હસ્તલેખક આચાર્યદેવ શ્રીમદ્દ વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ પોતાના ૭૧ વર્ષના સંયમ જીવનમાં લખેલ ૨૦૦ થી અધિક પુસ્તકો પૈકી ૧૦૮ પુસ્તકોનું ૭૦૦ વર્ષ ટકાઉ સાંગાનેરી કાગળ પર મોતીના
દાણા જેવા સુઘડ -સ્વચ્છ અને સુરેખ અક્ષરોથી જે હસ્તલેખન કરાવવામાં આવ્યું છે તે ૧૦૮ પુસ્તકોના સાહિત્ય સંઘાર્પણ સમારોહ માં વિવિધ લાભાર્થીઓના શુભહસ્તે પૂજ્યશ્રીને ગ્રંથ સમર્પણ કરવામાં આવ્યું હતું.
પૂ .આચાર્ય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજની પ્રમુખ નિશ્રામાં પ્રારંભાયેલ આ સમારોહમાં પૂજ્યશ્રી ના લઘુબંધુ જીર્ણોદ્ધાર જ્યોતિર્ધરશ્રીએ ટૂંકું અને માર્મિક પ્રવચન ફરમાવ્યા બાદ સાહિત્ય સમ્રાટના પટ્ટધર પૂ.આચાર્યદેવશ્રી યુગચન્દ્ર સૂરીશ્વરજી મહારાજે પોતાનીઆગવી શૈલીમાં પૂજ્યશ્રીનો પરિચય, સાહિત્ય સફરનો શુભારંભ, સાહિત્યના વિવિધ ક્ષેત્રનું ખેડાણ, કલ્યાણ માસિકની બાગડોર સંભાળી વગેરે વાતો વર્ણવતા સભા એકતાન થઈને સાંભળતી રહી હતી.
૧૦૮ પુસ્તકોને ખૂબ સારી રીતે સજાવ્યા હતા તેના મુખપૃષ્ઠ ટાઇટલ અનેક કલાકારોએ તૈયાર કર્યા હતા જેમાં મેંદી -કેસર- માટી- નેચરલ કલરનો ઉપયોગ કરાયો હતો
આ પ્રસંગનો સંપૂર્ણ લાભ સંઘવી જીવણલાલ શિવલાલ ઓડવાળા પરિવારે લીધો હતો. સમારોહ સંપન્ન થયા બાદ અત્તરની પ્રભાવના લાભાર્થીઓ તરફથી અપાઈ હતી.
પરિસરમાં ૧૧૧ ઇંચના વિરાટ માં સરસ્વતીની મૂર્તિ નિર્માણના મંગલાચરણરૂપે શીલાનું પૂજન અને પ્રથમ ટાંકણા વિધિ મુખ્ય લાભાર્થી શરદભાઈ અને કામિનીબેન શાહે કરી હતી તેમજ વિનોદભાઈ જૈને (પુના) કરેલ ૩૫ ઉપવાસ સહ બીજું ઉપધાન અને નાની વયે જૈનમ કપાસીએ (અમદાવાદ)૩૧ ઉપવાસ પૂર્વક પાંત્રીસા ઉપધાન તપની સાધના સંપન્ન કરતા તેમના પારણાનું ભવ્ય આયોજન પણ કરાયું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here