જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ફૂટબોલ સ્પર્ધામાંફ્રેન્ડ્સ એફસી ટીમ પાટણ વિજેતા બની..

અર્બુદા ટીમ ધિણોજ ને પરાસ્ત કરી વિજેતા બનેલ ટીમ ઝોનલ કક્ષાએ રમવા જશે…

પાટણ તા. 18
પાટણ શહેરના જીમખાના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પાટણ જિલ્લા ખેલ મહાકુંભ ફૂટબોલ સ્પર્ધા 2025 અંતગૅત 6 ટીમો એ ભાગ લીધો હતો જે સ્પધૉની ફાઈનલ મેચમાં ફ્રેન્ડ્સ એફસી ટીમ પાટણ અને અર્બુદા ટીમ ધિણોજ વચ્ચે રોમાંચક મુકાબલો જામ્યો હતો, જેમાં પાટણ ટીમે 2 ગોલ મારીને અર્બુદા ટીમ ધિણોજ ને પરાસ્ત કરી વિજેતા બની હતી.
રાજ્ય સરકાર દ્વારા વિજેતા ટીમને રૂ.48 હજારનો રોકડ પુરસ્કાર અને શિલ્ડ- પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
વિજેતા ટીમના ઉત્કૃષ્ટ ખેલાડીઓની પસંદગી કરી ને તે ખેલાડીઓ આગામી રાજ્ય કક્ષાની ઝોનલ કક્ષાએ સ્પધૉમા રમવા જશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here