પાટણ બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા બહાદુરીથી વિમાનમાં સવાર 174થી વધુ લોકોના જીવ બચાવનાર સ્મિત મચ્છરના સન્માન અને દિર્ધાયુ નો કાર્યક્રમ યોજાયો

કો-પાયલોટ દ્વારા કરાયેલ હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ સ્મિત મચ્છરે પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરીથી 174 લોકોના જીવ બચાવ્યા હતા.

તાજેતરમાં કોપાયલોટ દ્વારા પાયલોટ પર થયેલ હુમલા બાદ અત્યંત કપરી પરિસ્થિતિમાં ૧૭૪થી વધુ લોકોની રક્ષા કરી તેમના પ્રાણ બચાવવા બદલ શ્રી બ્રહ્મક્ષત્રિય સેવા સમાજ દ્વારા પાટણ બ્રહ્મક્ષત્રિય છાત્રાલય ખાતે પાયલોટ સ્મિત મચ્છરના દિર્ધાયુ અને ધન્યવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પ્રાર્થના અને દીપપ્રાગટ્ય સાથે આયોજીત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાટણના ધારાસભ્ય ડૉ.કીરીટભાઈ પટેલ, શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિય, મુકેશભાઈ ધેણિયા, બ્રહ્મક્ષત્રિય સેવાસમાજના ઉપપ્રમુખ કનુભાઈ નિર્મળ, મંત્રી મહેશભાઈ ટાટારીયા તેમજ પાટણના અગ્રણીઓ તેમજ પત્રકારમિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે પાટણ અને ગુજરાતમાં કદાચ પ્રથમવાર આ પ્રકારનો અદ્ભુત કાર્યક્રમ યોજાયો છે જેમાં બહાદુરીપૂર્વક ૧૭૪ લોકોના જીવ બચાવનાર પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીને સન્માનવા આ પ્રકારના કાર્યક્રમું આયોજન કરી બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેઓએ જણાવેલ કે સમાજના નાનામાં નાના વર્ગમાંથી આવતી વ્યક્તિઓ પણ દેશ અને સમાજ માટે મોટું યોગદાન આપી શકે છે તેઓએ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં બ્રહ્મ એટલે લોકોને માર્ગદર્શન આપવું અને ક્ષત્રિય એટલે લોકોની રક્ષા કરવી ત્યારે બ્રહ્મક્ષત્રિય સમાજના સ્મિત મચ્છરે આ બંને ગુણોનો સુમેળ દ્વારા અદભુત સાહસ અને નૈતિક હિમ્મતનું પ્રદર્શન કર્યું છે તેઓએ જણાવ્યું કે સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિ પણ જો સંસ્કાર અને સાચા વિચારો સાથે મેદાનમાં ઉતરે તો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ પર વિજય મેળવી શકે છે, જેનું ઉત્તમ ઉદાહરણ સ્મિત મચ્છરે પુરુ પાડ્યું છે તેઓએ આ ઉમદા કાર્યક્રમના આયોજન માટે શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિય અને તેમની સમગ્ર ટીમના આ માનવીય અને સરાહનીય કાર્ય બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમના કોઓર્ડીનેટર શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિયે જણાવેલ કે ભારતમાં પ્રથમ વખત બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા સ્મિત મચ્છરના બહુમાન અને દીર્ઘાયુ આયુષ્ય માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે પાટણના તમામ લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ધારાસભ્યશ્રી, પત્રકારમિત્રો તેમજ ઉપસ્થિત આમંત્રિત તમામ મહેમાનોનો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો બ્રહ્મક્ષત્રિય સમાજ વતી હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતુ કે  આવા કાર્યો સમાજની એકતા અને ગૌરવમાં વધારો કરે છે. તેઓએ તેમના વક્તવ્યમાં પાયલોટ સ્મિત મચ્છરના આ સાહસિક અને સરાહનીય કાર્યની પ્રસંશા કરી તેમજ સમગ્ર ગુજરાત અને દેશને તે વાતનું ગૌરવ હોવાની વાત જણાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મુકેશભાઈ ધેણિયાએ કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here