પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે ધાર્મિક ભક્તિભાવભર્યા માહોલમાં વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મેસર ગામના રહીશ ઠાકોર વેણાજી ઉજમજી અને તેમના સહ પરિવાર દ્વારા આ પાવન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.



ધાર્મિક પરંપરા અને આસ્થાનો ત્રિવેણી સંગમ
શ્રી મહાકાળી માતાજી, સધીમાં અને ઓગડ મહારાજની અસીમ કૃપાથી આ યજ્ઞ સંપન્ન થયો હતો.
આ ધાર્મિક મહોત્સવમાં માત્ર યજ્ઞ જ નહીં, પરંતુ રાત્રિના સમયે આધ્યાત્મિક કાર્યક્રમોની પણ હારમાળા સર્જાઈ હતી. ઠાકોર વેણાજીના ગુરુજીના માર્ગદર્શન હેઠળ રાત્રે નકળંગ મહારાજના પાટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.



ભજન-સત્સંગમાં ભક્તોનું ઘોડાપૂર સમસ્ત મેસર ગામના ભક્ત મંડળ દ્વારા ભજન અને સત્સંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના ગામોના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જયારે આ પ્રસંગે જાબડીયા,વાઘરોલ,કાતરા અને મેસર સહિતના ગામોના ભક્ત મંડળોએ પોતાની હાજરી આપી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
કાર્યક્રમના અંતે તમામ ભક્ત મંડળો અને ઉપસ્થિત ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. મેસર ગામે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગથી સમગ્ર પંથકમાં ભક્તિની હેલી જોવા મળી હતી…….!




