પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે આઈપીએલ મેચ પર સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ કરી

પાટણ: જિલ્લામાં ટાટા આઇ.પી.એલ. ક્રિકેટ મેચો પર ચાલતી હારજીતની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી સાહેબ દ્વારા પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે અપાયેલી કડક સૂચનાઓના પગલે, નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઇન્સપેકટર એન.એ.શાહની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે પોલીસ કર્મચારીઓ અ.હેડ.કો. દશરથસિંહ ભોપાજી અને આ.પો.કો. યોગેશકુમાર અરવિંદભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે સંખારી રોડ પર આવેલી કિયાનો હોટલ પાસે એક ઇસમ ઓનલાઇન સટ્ટો રમી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે તપાસ કરતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ રહેલી મેચ પર ‘PLUM EXCH.com’ વેબસાઈટ દ્વારા જુગાર રમતા નીરવ રમેશભાઇ વાલાભાઇ ચૌધરી (રહે. શ્રી દેવ બંગ્લોઝ, પાટણ; મૂળ રહે. ભુતીયાવાસણા) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹12,500ની કિંમતનો સેમસંગ ગેલેક્સી A-34 મોબાઈલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર એન.એ.શાહ, પોલીસ સબ ઇન્સપેકટર આઇ.જી.મોરી, અ.હેડ.કો. દશરથસિંહ ભોપાજી, આ.પો.કો. યોગેશકુમાર અરવીંદભાઇ અને અ.પો.કો. વિક્રમસિંહ હેમુભા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here