શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિધાલય, પાટણની પ્રતિભાશાળી વિદ્યાર્થિની પટેલ પ્રેયુ પ્રકાશકુમાર એ ગુજકેટ પરીક્ષામાં પાટણ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા તથા જિલ્લામાં ગૌરવ વધાર્યું છે,
પટેલ પ્રેયુ પ્રકાશકુમાર એ ગુજકેટ પરીક્ષામાં 120 માંથી 116.25 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, આ ઉપરાંત, એચ.એસ.સી. સાયન્સ પ્રવાહમાં પણ તેમણે ઉત્તમ પ્રદર્શન કરતાં 650 માંથી 604 ગુણ સાથે જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને A-1 ગ્રેડ સાથે 99.69 PR મેળવ્યો છે, પટેલ પ્રેયુની આ સિદ્ધિ પાછળ તેમના માતા-પિતાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, જે બંને શિક્ષક તરીકે કાર્યરત છે અને તેમણે દીકરીને અભ્યાસમાં સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે,સાથે સાથે શાળા તરફથી પણ પટેલ પ્રેયુને અભ્યાસક્રમ અને પરીક્ષા તૈયારી માટે સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, શાળા આચાર્ય ડૉ. બી.આર. દેસાઈ આચાર્યશ્રી તથા સાયન્સ શિક્ષક ટીમના સતત પ્રયત્નો અને માર્ગદર્શનથી પ્રેયુએ આ ગૌરવ સભર સિદ્ધિ હાંસલ કરી છે, આ ઉત્તમ પરિણામ બદલ શ્રી પાટણ જૈન મંડળના હોદેદારશ્રીઓ, શ્રી બી.ડી.એસ. ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન, વાલીમંડળ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા પ્રેયુને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.




