“પાટણ માત્ર ગુજરાતની પ્રાચીન રાજધાની જ નથી, પણ સમૃદ્ધ ઐતિહાસિક ધરોહરનું પ્રતીક છે. જેમ પાટણ તેની વિરાસત માટે જાણીતું છે, તેમ રોટરી ક્લબ પાટણ પણ માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર રહી પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી રહ્યું છે.” — ડો. બાબુભાઈ પ્રજાપતિ
પાટણ: રોટરી ઇન્ટરનેશનલના રોટરી ડિસ્ટ્રિક્ટ 3131 દ્વારા આયોજિત એક વિશેષ કાર રેલી સામાજિક જાગૃતિના સંદેશ સાથે મહારાષ્ટ્રના પુણેથી ગુજરાતના પ્રવાસે પહોંચી હતી. “પ્લાસ્ટિક મુક્ત માર્ગ”, “પાણી બચાવો” અને “પ્રદૂષણ અટકાવો” જેવા પર્યાવરણલક્ષી સૂત્રો સાથે નીકળેલી આ રેલીમાં આશરે 90 જેટલા રોટેરિયન સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રવાસ દરમિયાન રેલી પાટણ ખાતે વિશ્વવિખ્યાત ઐતિહાસિક વિરાસત રાણી કી વાવની મુલાકાતે આવી પહોંચી હતી.
રોટરી અગ્રણીઓની ઉપસ્થિતિ આ રેલીમાં રોટરીના વરિષ્ઠ આગેવાનોમાં DG સંતોષ મરાઠે, DGN ચારુ શ્રોતી, IPDG શીતલ શાહ, PDG પંકજ શાહ અને ટીમ લીડર કુમાર વિધાતે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ ક્લબ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત પાટણ આગમન પર રોટરી ક્લબ પાટણના સભ્યો દ્વારા તમામ અતિથિઓનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટેરિયન ડો. બાબુભાઈ પ્રજાપતિ, યોગેશ પ્રજાપતિ, જયરામ પટેલ, હરેશ પટેલ, બી.આર. પટેલ અને ભાવેશ આચાર્ય હાજર રહ્યા હતા. ડીજી નિગમ ચૌધરીના શુભેચ્છા સંદેશ સાથે પુણેના મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.
આ મુલાકાત દ્વારા પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે બે રાજ્યોના રોટેરિયન સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વધુ ગાઢ બન્યા હતા.