ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના નગરસેવકો નો સન્માન કાર્યક્રમ યોજાયો..

સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમ યાદગાર બન્યો…

રાજકારણમાં સૌથી મોટી કામગીરી નગર સેવકોની હોય છે : કે. સી. પટેલ..

પાટણ તા. 21
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ચુંટાયેલ નવનિયુક્ત પ્રમુખ સહિતના નગરસેવકો ને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગુરૂવારે સાંજે શહેરના ટેલીફોન એક્ષચેન્જ રોડ પર આવેલ વકીલ ભવન ખાતે શ્રી સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સન્માન કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, કારોબારી ચેરમેન નિલમભાઈ પટેલ,પક્ષના નેતા ડો. મનોજ ઠાકોર સહિતના ચુંટાયેલ નગર સેવકોનું સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટી ના ચેરમેન અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહા
મંત્રી અને હુડકો ના ડિરેક્ટર કે.સી.પટેલ સહિતના ડિરેક્ટરોએ મો મીઠું કરાવી બુકે અને સાલ થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે કે.સી.પટેલે પોતાના ઉદબોધન મા જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીમાં સૌથી મોટી જો કોઈ કામગીરી હોય તો તે નગર
સેવકો ની હોય છે જે જવાબદારી પાટણના નગરસેવકો ખુબ ખંતથી સૌને સાથે રાખીને નિભાવશે તેવી આશા વ્યકત કરી પાટણના વિકાસને વેગવંતો બનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ક્રેડિટ સોસાયટી ના મેનેજિંગ ડિરેક્ટર યતિનભાઈ ગાંધીએ સૌનું સ્વાગત કરી આવકાર્યા હતાં. તો નવનિયુક્ત પ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતા એ પણ પોતાના ઉદબોધનમાં સૌનો આભાર વ્યક્ત કરતાં શહેરના વિકાસની જે જવાબદારી પ્રાપ્ત થઈ છે તેને ખુબ ખંતથી કામ કરીશું તેવી હૈયાધારણા આપી હતી.
કાર્યક્રમ નું સફળ સંચાલન ક્રેડિટ સોસાયટી ના ડિરેક્ટર કિશોરભાઈ મહેશ્વરી અને આભાર વિધિ ચંદ્રકાન્તભાઈ પટેલે કરી સૌએ સાથે સ્વરૂચી ભોજન ગ્રહણ કરી સન્માન કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here