ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા શ્રીમતી કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ પાટણ ખાતે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો

ભારત વિકાસ પરિષદ દ્વારા પર્યાવરણ લક્ષી , સંસ્કારલક્ષી, આરોગ્ય લક્ષી વિગેરે જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. જે અંતર્ગત ભારત વિકાસ પરિષદની મહિલા ટીમ દ્વારા તા. 6/9/25 ના રોજ શનિવારે શ્રીમતી કે. કે. ગર્લ્સ હાઇસ્કુલમાં હેમોગ્લોબિન ચેકઅપ કેમ્પનું આયોજન “અર્બન હેલ્થ સેન્ટર પાટણ” ના સહયોગથી‌‌ કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં 328 વિદ્યાર્થીનીઓનું હેમોગ્લોબીન, વજન અને ઉંચાઈ ચેક કરવામાં આવી જેમાં શાખાના પ્રમુખ પૂર્ણિમાબેન મોદી, ડો ઝંખનાબેન ઠક્કર, રક્ષાબેન સોની,દીપલબેન કંદોઈ, જાગૃતીબેન , જયંતીભાઈ, કમલેશભાઈ સ્વામી, ભાવેશભાઈ , ગીરીશભાઈ, જયપ્રકાશભાઈ , સાથે શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ પ્રજાપતિ અને શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં ઘણી બધી માતા બહેનો એનીમિયાથી પીડાતી હોય છે શરીરમાં હિમોગ્લોબીનએ એવું પ્રોટીન છે જે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે જો એની ઉણપ થાય તો થાક લાગે, શરીરમાં દુખાવો થાય, શ્વાસ ફૂલે જેવા ઘણા રોગો થઈ શકે આ રોગનો ભોગ આવનાર પેઢી ન થાય એને લક્ષમાં રાખીને આ કેમ કરવામાં આવ્યો.આ અંતર્ગત જે વિદ્યાર્થીનીઓ એનીમિયાથી પીડિત છે તેમને તા.11/9/25 ના રોજ ગુરુવારે ચણા, ગોળ, ખજૂર અને જરૂરી દવાઓની કીટનું વિતરણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here