ગણપતિની પોળમાં સજૉતી ગંદકીની સમસ્યા નિવારવા નિયમિત કચરા ગાડી વિસ્તારમાં ફેરવવા સુચનાઓ આપી…

પાટણ તા. ૯
પાટણ નગરપાલિકાના નવનિયુક્ત નગરસેવકોએ પોત પોતાના વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા કમર કસી છે ત્યારે શનિવારે શહેરના વોડૅ નં ૩ ના નગર સેવકોએ પાનશ્યામજી નો પાડો,ધીવટા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન ચોકઅપ થવા અંગે તેમજ પીવાના પાણીની લાઇન સંદર્ભે સ્થાનિકોની ફરિયાદ મળતા આ સમસ્યા ના નિરાકરણ માટે તાત્કાલિક વિસ્તારમાં પહોચી નગરપાલિકાની વોટર વર્કસ શાખા અને ભુગર્ભ ગટર શાખાને જાણ કરી બંને શાખાના કર્મચારીઓને તાત્કાલિક ધટના સ્થળે બોલાવી સમસ્યાના નિરાકરણ અર્થે કામે લગાડી સમસ્યાનું નિરાકરણ લાવતા વિસ્તારના રહિશોની સમસ્યાનો અંત આવતા તેઓએ નવનિયુક્ત નગરસેવકો સાથે વોટરવર્કસ અને ભૂગર્ભ શાખાના કર્મચારીઓની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.
તો આજ વોડૅ મા આવતાં ગણપતિ ની પોળ વિસ્તારમાં સજૉતી ગંદકીની સમસ્યા દૂર કરવા નગરસેવકો દ્વારા સ્વચ્છતા શાખાના કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપી નિયમિત કચરા ગાડી ગણપતિ ની પોળમાં મોકલવા અને વિસ્તારમાં સજૉતી ગંદકીની સમસ્યા દુર કરવા સૂચિત કર્યા હતા.




