શ્રી પદ્મનાભ મંદિર માગૅ પરથી પસાર થતાં રાજયપાલ સહિતના કાફલાનું પુષ્પ વષૉ સાથે સ્વાગત સન્માન કરાયું..

શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ, શ્રી સમેળા માતા મંદિર સમિતિ અને પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી પુષ્પ વષૉ કરી…

પાટણ તા.૨૫
ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રતજી શુક્રવારે યુનિવર્સિટીના આયોજિત ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂણૅ થયા બાદ તેઓ બપોરે ૧૨-૦૦ કલાકે શ્રી પદ્મનાભ મંદિર નજીક આવેલા ઘેટા ફામૅ ની મુલાકાત માટે પોતાના કાફલા સાથે શ્રી પદ્મનાભ મંદિર માગૅ પરથી પસાર થતા રાજયપાલ દેવવ્રત
જી સહિતના મહાનુભાવોનું શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ, શ્રી સમેળા માતા મંદિર સમિતિ અને પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો એ ઉપસ્થિત રહી પુષ્પ વષૉ સાથે તમામનું હ્રદય ના ભાવ સાથે સ્વાગત-
સન્માન કયુઁ હતું.
આ સ્વાગત – સન્માનપ્રસંગે શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમોદભાઈ, કલ્પેશભાઈ,દશરથભાઈ, યશપાલભાઈ સહિત શ્રી સમેળા માતાજી મંદિર સમિતિના શાંતિભાઈ, ખન્નાભાઈ,વિજયભાઈ, કનુભાઈ સાથે પ્રજાપતિ સમાજના મુકેશભાઈ, ઈશ્વરભાઈ,ચેતનાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here