હારીજ ખાતે યોજાયેલ પશુપાલક સંમેલનમાંદૂધસાગર ડેરીના સમર્થકો ઘસી આવતા હોબાળો મચ્યો ..

પશુપાલકો અને દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે ઘષૅણ થતાં પશુપાલકોએ દૂધ ઢોળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો…

પાટણ તા.૧૫
હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા સોમવારે હારીજમાં પશુપાલક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સંમેલન શરૂ થાય તે પહેલા જ દૂધસાગર ડેરીના સમર્થકો સંમેલનમાં આવતા તેઓની સાથે પશુપાલકોએ હોબાળો મચાવતા દૂધસાગર ડેરીના સમર્થકોએ આક્ષેપ કર્યો હતો કે પશુપાલન સંમેલનમાં બહારથી માણસો બોલાવી આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે.
હારીજ ખાતે આયોજિત આ આ સંમેલનનો મુખ્ય હેતુ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગર દાણ (પશુ આહાર)માં થતી ભેળ
સેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. આયોજકોએ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો, સાગર દાણની ગુણવત્તા
માં સુધારો અને અન્ય પડતર પ્રશ્નો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો.જોકે,સંમેલન દરમિયાન દૂધસાગર ડેરીના સમર્થકો,જેમાં મંડળીના મંત્રીઓ અને પ્રમુખો પણ સામેલ હતા, તે સ્થળ પર ધસી આવ્યા હતા સંમેલનના કાર્યકર્તા
ઓએ તેમને ગેટ પર જ રોકી દેતા બંને પક્ષો વચ્ચે બોલા ચાલી થઈ હતી. જેના કારણે હોબાળો થતા વાતાવરણ ગરમાયું હતું.
હારીજ-સમીના ડિરેક્ટર શકતાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન નથી અને ભાવ પણ ઘટ્યા નથી વધ્યા છે. પણ પબ્લિકને સંતોષ નથી એટલે ખોટા વિરોધ કરે છે. અમારી ડેરીનો ભાવ વધારો છે પણ બીજી ડેરી નો ભાવ વધારો નથી તેમ તેઓએ જણાવ્યું હતું.તો કાનજી દેસાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૫ વર્ષથી સોઢવ દૂધ ઉત્પાદન મંડળીમાં પ્રમુખ છું. છેલ્લા ચાર-પાંચ વર્ષથી કોઈ ભાવ ઘટ્યા નથી.
દર વર્ષે ડેરી દ્રારા રૂ ૨૧ કરોડથી લઈ ૩૨૧,૩૭૫ અને ૪૦૨ અને ચાલુ વર્ષે ૪૩૭ કરોડનો ભાવ વધારો અપાયો છે. અત્યારે હાલ ૮૩૦ રૂ. કિલો ફેટના ભાવ છે ત્યારે આ બધા ગુમરાહ કરી રહ્યા છે. આમાં એક પણ પશુપાલક નથી, અત્યારે આ છે તે બધા ભેગા કરેલા છે.૫ ગાડી માણસા થી બોલાવાઈ છે. અમે બધા પશુપાલક જ છીએ. આમાં એક પણપશુપાલક કે હોદ્દેદારો નથી.
વહીવટ કર્તા શીવાભાઈ પહેલા સારા કહેવાતા અને હવે એમનું ખીસું ભરાઈ ગયું છે. એટલે બીજા તત્વો જે લોકોને ડેરી પસંદ નથી, એ માણસો એમના હાથા બન્યા છે. શિવાભાઈ બીજા માણસોના પૈસે આ ધંધો કરે છે એના ઘરે ઢોર પણ નથી અને કદી દૂધ પણ ભરતા નથી. હારીજ-સમીના નામે સંખ્યા દેખાડવા માટે માણસાથી લોકોને બોલાવ્યાં હોવાના આક્ષેપ પણ કર્યો હતા.
સંમેલનમાં થયેલા હોબાળા બાદ પણ પશુપાલકોએ પોતાનો વિરોધ યથાવત્ રાખ્યો હતો. મોટી સંખ્યામાં પશુપાલકોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ રેલી હારીજ હાઈવે પર પહોંચતા, પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ, એક આવેદનપત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં પશુપાલકોની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
હારીજ ખાતે યોજવામાં આવેલા પશુપાલક સંમેલન દરમિયાન બનેલ આ સમગ્ર ઘટનાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here