અગ્નિ વિરની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ઉદરા પહોંચેલા આકાશ ઠાકોર નું સમસ્ત ગ્રામજનોએ સામૈયું કર્યુ..

હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ ને પણ ગ્રામજનોએ સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી…

પાટણ તા. ૮
સરસ્વતી તાલુકા ના ઉંદરા ગામના આકાશજી ઠાકોર અગ્નિવિર ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પહોચતા સમસ્ત ઉંદરા ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સામૈયું કરી વધામણા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને તાજેતરમાં જેઓની HUDCO ના સ્વતંત્ર ડિરેક્ટર પદે વરણી કરવામાં આવી છે તેવા પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલે ખાસ ઉપસ્થિત રહી દેશની રક્ષા કાજે અગ્નિવીર ની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ફરેલા આકાશજી ઠાકોરને અભિવાદિત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત થયેલા કે સી પટેલ નું ઉંદરા ના સમસ્ત ગ્રામજનોએ પણ સન્માન કરી તેઓની વરણીને આવકારી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
ઉંદરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કે.સી. પટેલ ની સાથે તેમના લઘુબંધુ જીતુભાઈ પટેલ, સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રીરામ જોષી, કિસાન મોરચા મહામંત્રી સાગર સુથાર સહિત ઉંદરા ના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here