આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ઉપ્લક્ષમાં પાટણ ખાતે યોગ શિબિર યોજાઈ..

હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ સહિતના રાજકીય-સામાજિક આગેવાનો સાથે પાટણના નગરજનોએ યોગ કર્યા…

પાટણ તા. ૮
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તાર માં આવેલા શૈલજા બંગ્લોઝની સામેના મેદાનમાં રવિવારે સવારે યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ યોગ દિવસ અંતર્ગત પાટણ ખાતે આયોજિત આ યોગ શિબિરમાં HUDCO ના સ્વતંત્ર ડાયરેક્ટર કે.સી.પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, મહામંત્રી જીગ્નેશ સોની,પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ, કોર્પો
રેટર જયેશભાઈ પટેલ, ભાજપ બુથ પ્રમુખ સંજય પ્રજાપતિ, યોગ શિબિર કોર્ડીનેટર અંકિતા પટેલ,જ્યોતિ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં પાટણના પ્રબુધ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી યોગ ટ્રેનર દ્વારા કરાવેલા જુદા જુદા યોગ- પ્રાણાયામ કરી યોગ શિબિરને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here