ભારત વિકાસ પરિષદ પાટણ શાખા મહિલા ટીમ દ્વારા નિર્જળા એકાદશી ની ઉજવણી કરાઈ…

હિન્દુ સંસ્કૃતિમાં નિર્જળા એકાદશી એટલે ભીમઅગિયારસ નું ખૂબ મહત્વ છે. તે અંતર્ગત 6 જૂનના રોજ હાસાપુર નજીક આવેલ ઝુપડપટ્ટી અને 7 જૂને સ્લમ એરીયામાં, તેમજ ચાણસ્મા થી પાટણ રોડ ઉપર આવેલ ઝુપડપટ્ટીમાં કુલ 120 kg કેરીનું વિતરણ કરવામાં આવ્યું. તે ઉપરાંત ખીમિયાણા માં આવેલ દીકરાના ઘર વૃદ્ધાશ્રમમાં 20 kg કેરી, ચા, ખાંડ, ચોકલેટ, બટાકા, વેફર અને પેડા વડીલો માટે આપવામાં આવ્યા. આ સેવાકીય પ્રવૃત્તિમાં શાખાના પ્રમુખ પૂર્ણિમાબેન મોદી, મંત્રી મમતાબેન ખમાર મહિલા સહભાગીતા મમતાબેન ગાંધી સહસંયોજિકાઓ રક્ષાબેન સોની, દીપલબેન કંદોઈ, ટ્રસ્ટી અશ્વિનભાઈ પારેખ, પ્રાંત કારોબારી સભ્યો અને શાખાના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં આ પુણ્ય મેળવવાનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here