નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી દ્વારા ભૂલી બિસરી યાદે ગીત-સંગીત કાર્યક્રમ યોજાયો..

એકેડેમી ના બાળકોએ એક થી એક ચડિયાતા જુના ગીતો કરા ઓકે ના માધ્યમથી રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.

પાટણ તા. ૯
પાટણ શહેરમાં સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી દ્વારા બાળકોમાં રહેલી સંગીતની રુચિને ઉજાગર કરવા શહેરના રેડ ક્રોસ ભવનના હોલ ખાતે ભૂલી બિસરી યાદે ગીત-સંગીત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના બાળકોએ કરા ઓકેના માધ્યમથી એક થી એક જુના ગીતો પોતાના સુંદર મજાના સ્વરોમાં રજૂ કરી ઉપસ્થિત શ્રોતાગણોને મંત્રમુગ્ધ કર્યા હતા.
નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી દ્વારા આયોજિત ભૂલી બિસરી યાદે કાર્યક્રમમાં દીપકભાઈ પરીખ સિંગાપુર વાળા, રાજેશભાઈ મેવાણી હારીજ, ભાસ્કરભાઈ કડિયા,સતિષભાઈ ઠક્કર, ડો.અર્પિત ત્રિવેદી,ચેતનભાઇ રામી સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે સંગીત ક્ષેત્રે આ માસુમ બાળકો પ્રગતિના શિખરો સર કરે તેવા રૂડા આશીર્વાદ જીગરભાઈ ભુવાજીએ પાઠવ્યા હતા.
રેડ ક્રોસ ભવન ખાતે આયોજિત કરાયેલા આ સંગીત મઢયા કાર્યક્રમને સફળ બનાવવા નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના ઓનર નીરવ ગાંધી અને તેમની સમગ્ર ટીમ સાથે રેડ ક્રોસ ભવન પરિવારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here