ઐતિહાસિક રાણીકીવાવ, પાટણ ખાતે મહિલા પ્રદેશાધ્યક્ષ, પાલનપુર શાખા મહિલા અધ્યક્ષ સહિત રાજસ્થાની મહિલા મંડળ દ્રારા લહરીયા કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરાયું…

રાજસ્થાનથી આવેલ રાજસ્થાની મહિલા મંડળ દ્વારા સુંદર લહરીયું નિહાળી સ્થાનિક લોકો પણ પ્રભાવિત થયા…

પાટણ ગુજરાતમાં, મહિલા પ્રદેશ પ્રમુખ ઠાકુરાણી સાહેબા શ્રીમતી હેમલતા ઠાકુર મદનસિંહ ચૌહાણ અને પાલનપુર શાખા મહિલા પ્રમુખ રેખાબેન અને પુરી મહિલા ટીમ રાજસ્થાની મહિલા મંડળ દ્વારા પાટણની રાણીકીવાવમાં એક ભવ્ય લહરિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


રાણીકીવાવ એક ઐતિહાસિક વિરાસત છે હાલમાં ૧૦૦ રૂપિયાની નોટ પર પણ રાણીકીવાવનું ચિત્ર અંકિત કરવામાં આવેલ છે, રાણીકીવાવ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ જોઈને, ગુજરાતના વિવિધ સ્થળો જેમ કે બરોડા, આબુ રોડ, પાલનપુરથી આવેલી તમામ મહિલાઓ પ્રભાવિત થઈ હતી.
ગુજરાત વિભાગ મહિલા પ્રદેશ પ્રમુખ ઠાકુરાણી સાહેબા હેમલતા મદનસિંહ ચૌહાણ, પાટણ રાજસ્થાન રાવત રાજપૂત મહાસભા, બેવર દ્વારા લહરિયા કાર્યક્રમમાં હાજરી આપી તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો તેઓએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં દરેક જગ્યાએ લહરિયા કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ જેથી આપણને અન્ય મહિલાઓને મળવાનો અને એકબીજાને વધુ જાણવાની તક મળે, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષમાં એક વાર આવા કાર્યક્રમનું આયોજન થવું જોઈએ જેથી જે મહિલાઓએ હમણાં જ પોતાના ઘરની બહાર પગ મૂક્યો છે, તેમને પણ આવા નાના કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળે અને આપણે બધા એકબીજાને જાણી અને સમજી શકીએ અને કોઈપણ સમસ્યામાં એક બીજાને સાથ આપી શકીએ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here