ઓગડ તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામ જાહેર: 64.65% મતદાનભાજપનો દબદબો: તાલુકા પંચાયતમાં 12,જિલ્લા પંચાયતમાં 2 બેઠક પર વિજય

ઓગડ તાલુકા પંચાયતની ૨૦ અને જિલ્લા પંચાયતની ૦૩ બેઠકો માટે ગત રવિવારે યોજાયેલ સામાન્ય ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. સમગ્ર ચૂંટણીમાં કુલ ૬૪.૬૫% મતદાન નોંધાયું હતું.
આજે સવારે 9.00 કલાકે થરા મોડલ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. પ્રથમ વખત રચાનારી ઓગડ તાલુકા પંચાયત બંને પક્ષો માટે લિટમસ ટેસ્ટ સમાન હતી, જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.

જિલ્લા પંચાયતની ૩ બેઠકોનું પરિણામ: ભાજપ-૨, કોંગ્રેસ-૧
બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
તાણા રેખાબેન તેજાભાઈ દેસાઈ ભાજપ
વડા વિલાસબા મુકેશસિંહ વાઘેલા ભાજપ
તેરવાડા ભૂપતાજી નાગજીજી મકવાણા કોંગ્રેસ
ઓગડ તાલુકા પંચાયતની ૨૦ બેઠકોનું પરિણામ: ભાજપ-૧૨, કોંગ્રેસ-૦૮
બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
અધગામ ધનીબેન માનસંગભાઈ ચૌધરી કોંગ્રેસ
ભલગામ સુશીલાબા મનુભા વાઘેલા ભાજપ
ચાંગા પ્રભાબેન દિનેશભાઈ પટેલ કોંગ્રેસ
કાકર વિનાજી મફાજી ઠાકોર કોંગ્રેસ
ખારીયા કનુભા ઝેણુભા વાઘેલા ભાજપ
માંડલા મમતાબેન ભરતભાઈ ચૌધરી ભાજપ
મોટા જામપુર હંસાબેન જયંતીજી રાઠોડ કોંગ્રેસ
નાથપુરા કેસરબેન ચમનજી ઠાકોર ભાજપ
પાદર સેજલબેન જમનસિંહ ઠાકોર કોંગ્રેસ
તાણા ભારતીબેન નિરંજનભાઇ ઠક્કર ભાજપ
તાંતિયાણા રીંકુબેન પ્રકાશભાઈ જોશી ભાજપ
તેરવાડા-1 રેવાબેન તલાજી ઠાકોર કોંગ્રેસ
તેરવાડા-2 નીતાબેન દશરથજી ઠાકોર ભાજપ
ટોટાણા શૈલેષભાઈ હેગાભાઇ ભરવાડ ભાજપ
ઉણ સિધ્ધરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા ભાજપ
વડા-1 સંજયસિંહ પ્રવિણસિંહ વાઘેલા ભાજપ
વડા-2 કનુભા માલસિંહ વાઘેલા ભાજપ
વડા-3 અલ્પાબેન વિનાજી ઉણેચા કોંગ્રેસ
વાલપુરા કંચનબેન અશોકભાઈ પરમાર ભાજપ
વરસડા વાલાજી મસાજી ઠાકોર કોંગ્રેસ.
ચૂંટણી પરિણામો જાહેર થતા વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here