પાટણ બહેરા મૂંગા શાળાના બાળકો ના શિક્ષણકાર્ય માટે રૂ.એક લાખ નો ચેક અપૅણ કરાયો..

પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ દામીનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના અમેરિકા સ્થિત પૌત્ર ચિ.વંશ સિમૂલ પ્રજાપતિની શિક્ષણ સેવા સરાહનીય બની…

પાટણ તા. ૨૭
પાટણ શહેરના રંગીલા હનુમાન નજીક આવેલ શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરા મૂંગા શાળાના સંચાલકો ની શિક્ષણની સાથે સાથે મુક બધીર બાળકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા તેમજ મુક બધીર બાળકો પગભર બની શકે તે માટે કરવામાં આવતી સોશિયલ એક્ટિવિટી દ્રારા આજે આ સંસ્થાએ ગુજરાત સહિત રાષ્ટ્રીય મુકામે પોતાનુ નામ ઉજાગર કર્યું છે.
પાટણ બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે શહેરના દાતા પરિવારો સહિત વિવિધ સંસ્થાઓ પણ અવાર નવાર આર્થિક રીતે મદદરૂપ બનતી રહી છે. ત્યારે સોમવાર ના રોજ પાટણ પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામીનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના અમેરિકા સ્થિત પૌત્ર ચિ.વંશ સિમૂલ પ્રજાપતિ દ્રારા બહેરા મૂંગા શાળાના બાળકો ના શિક્ષણકાર્ય મા સહભાગી બનવા રૂ. એક લાખ નો ચેક સંસ્થાના સંચાલક મંડળના માનદ મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી,વહિવટદાર ઉષાબેન બુચ તથા સહ માનદમંત્રી કુસુમબેન ચંદારાણા ટ્રસ્ટ ના કારકૂન નવનીત ભાઈ મોદીને અપૅણ કરવામાં આવતા સંચાલક મંડળે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ચેક અપૅણ પ્રસંગે પાટણ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ દામીનીબેન હસમુખભાઈ પ્રજાપતિ, શ્રી પદમનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here