કાળઝાળ ગરમીથી અબોલ જીવો ત્રસ્ત,ઠંડક માટે ખાબોચિયા અને પાણીના કૂંડાનો આશરોથરાગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આકરો ઉનાળો બેઠો છે. મે મહિનામાં પારો સતત ૪૩ થી ૪૫ ડિગ્રી આસપાસ રહેતા માનવજીવનની સાથે અબોલ પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ક્લિક થયેલી બે તસવીરોમાંએક શ્વાન કાળઝાળ ગરમીથી બચવા માટે રસ્તા પરના ગંદા ખાબોચિયામાં બેસી ગયું છે. પીવા માટે ચોખ્ખું પાણી કે બેસવા માટે છાંયડો ન મળતા તેને મજબૂરીથી આ આશરો લેવો પડ્યો છે.એક નાનું ગલૂડિયું જીવદયા પ્રેમીઓએ પક્ષીઓ માટે મૂકેલા સિમેન્ટના પાણીના કૂંડામાં આખું શરીર ડુબાડીને બેઠું છે. આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અબોલ જીવો માટે ઉનાળો અસહ્ય બની રહ્યો છે.
યશપાલસિંહ ટી વાઘેલા




