
કુલપતિ ના પ્રમુખ પદે મળેલ બેઠકમાં ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ બાબતે વિચાર વિમૅશ કરાયો…

પાટણ તા. ૨૧
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 25 જુલાઈ, 2025 ના રોજ યોજાનાર ગોલ્ડ મેડલ વિતરણ સમારોહના આયોજન માટે સોમવારે કુલપતિ ના પ્રમુખપદે બેઠક યોજાઈ હતી જે બેઠકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન કુલપતિએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ માં બે નવા સભ્યોની નિમણૂકની જાહેરાત કરી હતી.જેમા થરા કોલેજના પ્રિન્સિપાલ અને આર્ટસ ફેકલ્ટીના ડીન ડી.એસ. ચારણ ને તેમજ યુનિવર્સિટી હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા અને કારોબારી સમિતિના સભ્ય ડો.કે.કે.પટેલની નિમણૂંક કરવામાં આવી હતી.
નિમણૂકની જાહેરાત બાદ કુલપતિ, રજીસ્ટ્રાર અને કારોબારી સમિતિના સભ્યોએ બંને નવનિયુક્ત સભ્યોનું સન્માન કર્યું હતું અને આગામી દિવસોમાં આયોજિત કરાયેલા ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ બાબતે વિચાર વિમૅશ કરાયો હતો.



