જન્મ મરણ સોફ્ટવેર ની ટેકનીકલ સમસ્યા નુ નિવારણ લાવવા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરાઈ ..

પાટણ તા.૧૫
જન્મ મરણ સોફ્ટવેર ટેકનીકલ સમસ્યા નુ નિવારણ લાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પાટણ ને સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશ પરમાર દ્રારા રજૂઆત કરવામાં આવી છે.
ચેરમેન જણાવ્યું હતું કે જન્મ મરણ નોંધણી અંગે નવીન સોફ્ટવેર મા માતા તથા પિતા નું આધાર કાર્ડ ફરજીયાત માગે છે જેના કારણે માતા કે પિતા હયાત ન હોય કે આધાર કાર્ડ ન ધરાવતા હોય એવા અરજદારોને નોંધણી માટે મુશ્કેલી પડે છે આ બાબતે સરપંચ બાલીસણા ગ્રામ પંચાયત પટેલ મુકતિબેન નિમેષભાઈ એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને રજુઆત કરેલ તેમજ સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર ને કરતા તેઓએ ટેકનીકલ સમસ્યા નુ નિવારણ લાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પાટણ ને રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here