પાટણ તા. ૨૫
સ્વસ્થ-મસ્ત અને તંદુરસ્ત સાથે નીરોગી રહેવા દરેક વ્યક્તિ ના જીવનમાં યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ યોગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.


તાજેતરમાં તા.૨૨ ઓગસ્ટ થી તા.૨૪ ઓગસ્ટ દરમ્યાન ગુજરાતના વલસાડ ખાતે ગુજરાત યોગ બોડૅ દ્રારા આયોજિત રાજ્ય કક્ષાના યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં એઈઝ આધારિત સ્પર્ધા મા પાટણના જાણીતા એડવોકેટ ની સાથે સાથે અનેકવિધ સેવાકીય,સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા દર્શક નિરંજનભાઈ ત્રિવેદી ના ધર્મપત્ની અને યોગની ચંદ્રિકા દર્શક ત્રિવેદી એ પણ ભાગ લઈ વિવિધ યોગ-પ્રાણાયામ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા ૨૦૨૫-૨૬ માં ગોલ્ડ મેડલ મેળવી પાટણ શહેર સહિત સમગ્ર ઉતર ગુજરાત નું નામ રોશન કર્યું છે.
રાજયકક્ષાના આયોજિત આ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા ૨૦૨૫-૨૬ માં ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ મેળવનાર ચંદ્રિકા દર્શક ત્રિવેદી ની સિધ્ધી બદલ તેઓના પરિવારજનો સહિત સગા- સબંધીઓ અને સ્નેહીજનોએ તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



