પાટણના વેપારીને ખાધ તેલ ના બ્રાન્ડ લેબલની નકલ કરવા બદલ ધમકી મળી..

વેપારીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી..

પાટણ તા. ૫
પાટણના એક ખાદ્ય તેલના વેપારીએ બ્રાન્ડ લેબલની નકલ કરવા બદલ ધમકીઓ મળ્યાની પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના પાટણ-સિદ્ધપુર ચાર રસ્તા ખાતે બની હતી, જ્યાં સંજય નામના એક વ્યક્તિએ વેપારી નરેશ મોદીને તા. 3-10-25ના રોજ ફોન કરીને અપશબ્દો બોલ્યા હતા. તેણે નરેશભાઈને પૂછ્યું હતું કે, “તું મારી બ્રાન્ડ લેબલની કોપી કેમ કરે છે?” અને તેમને પોતાની દુકાને આવવા કહ્યું હતું, જ્યાં તેને મારવાની ધમકી આપી હતી.નરેશ મોદીએ ફોન કાપી નાખ્યા બાદ પણ સંજયે વારંવાર ફોન કરીને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું.
નરેશ મોદી પાટણની જીઆઈડીસીમાં જનતા ઓઈલ એન્ડ ડેપો નામની પેઢીમાં ખાદ્ય તેલનો વેપાર કરે છે.તેઓએ આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here