પાટણ તા. ૧૭
પાટણ નગરપાલિકા દ્વારા દર વર્ષે આવતા લાખો રૂપિયાના બિલનું ભારણ ઘટાડવા માટે હવે સોલાર ઊર્જાનો વપરાશ કરવા માટે વિચારણા કરી પાલિકા હસ્તકના 8 બગીચાઓમાં સોલાર પ્લાન્ટ તૈયાર કરવા માટે આયોજન કરી તેનો ડીપીઆર પ્લાન તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ નગરપાલિકા દ્વારા હાલમાં પાલિકાના બિલ્ડીંગ પર સોલર પ્લાન્ટની કામગીરી શરૂ કરી છે તેમજ પાલિકા હસ્તગત આઠ બગીચાઓની અંદર સોલાર પ્લાન્ટ માટે ડીપીઆર તૈયાર કરાઈ રહ્યો છે
સાથે સાથે શહેર માંથી પસાર થતી ખુલ્લી કેનાલો ઉપર રૂ.25 કરોડના ખર્ચે આરસીસીથી બાંધકામ કરી અને તેના ઉપર સોલર પ્લાન્ટ કરીને વીજ પાવર ઉત્પાદન કરી પાલિકાને દર વર્ષે વીજની મોટી રકમની બચત થાય સાથે વીજ ઉત્પાદનથી એક નવી આવક ઊભી થાય માટે આયોજન કરાયું છે.
આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે શહેરની અંદર ગોલ્ડન ચોકડીથી આનંદ સરોવર આનંદ સરોવરથી લાલેશ્વર પાર્ક સુધીની જે ખુલ્લી કેનાલ છે જેના ઉપર આરસીસીથી સ્ટ્રકચર બાંધીને ખુલ્લી કેનાલને અંડર ગ્રાઉન્ડ કરી દેવી અને ઉપર બાંધેલા આરસીસી ઉપર સોલર પ્લાન્ટ ફીટ કરીને વીજ ઉત્પાદન કરી પાલિકાને આવક કરવાનો નવો પ્રોજેક્ટ પ્રગતિમાં હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



