પાટણની કૃષ્ણપાર્ક, અવધૂત અને શ્રીકુંજ સોસાયટીના સંયુક્ત ગરબા મહોત્સવમાં અવનવી વેશભૂષા સાથે ખેલૈયાઓએ જમાવ્યો રંગ

પાટણના રેલવે નાળા વિસ્તારની કૃષ્ણપાર્ક, અવધૂત અને શ્રીકુંજ સોસાયટી (KAS પરિવાર) દ્વારા નવરાત્રિ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય સોસાયટીના રહીશો વર્ષોથી એક પરિવારની જેમ તહેવારોની ઉજવણી કરતા આવ્યા છે. આ વર્ષે ગરબા મહોત્સવમાં પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો અને રોટરી ક્લબના અગ્રણીઓનું સન્માન કરવામાં આવતાં કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ વિવિધ આકર્ષક અને અનોખી વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કેટલાક ખેલૈયાઓની વેશભૂષા એટલી અનોખી હતી કે સોસાયટીના રહીશો પણ તેમને ઓળખી શકતા નહોતા. આવી વિશિષ્ટ વેશભૂષા ધારણ કરનાર ખેલૈયાઓને રોટરી ક્લબના સભ્યો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરંપરાગત શેરી ગરબાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
KAS પરિવારના રહીશ અને રોટરી ક્લબના સભ્ય ડો. બાબુભાઈ પ્રજાપતિ ચાલુ વર્ષે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હોવાથી આ વખતે નગરપાલિકાના કોર્પોરેટરોને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પાટણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હર્ષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન રાવળ અને કારોબારી ચેરમેન શ્રી નીલમભાઈ પટેલ સહિત નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોર્પોરેટરશ્રીઓ શ્રી ગૌરવભાઈ મોદી, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રીમતી વિજયાબેન બારોટ, શ્રીમતી માનસીબેન ત્રિવેદી, શ્રીમતી કિંજલબેન પટેલ, શ્રીમતી મીનાબેન સોલંકી, શ્રીમતી સાધનાબેન પરમાર, શ્રીમતી ડિમ્પલબેન પટેલ અને શ્રીમતી મનીષાબેન પ્રજાપતિ , ચેતના બેન પ્રજાપતિ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
રોટરી ક્લબ પાટણના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સોની, આસિસ્ટન્ટ ગવર્નર શ્રી વિનોદભાઈ જોશી, શ્રી ભાવેશભાઈ ત્રિવેદી, શ્રી જયરામભાઈ પટેલ, શ્રી અશ્વિનભાઈ જોશી, ડો. સોઢા સહિતના રોટેરિયન્સે ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો ડો. શંકરભાઈ પટેલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી મનસુખભાઈ, ડો. જી.જી. પટેલ, ડો. વિશાલભાઈ, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી ધ્રુવભાઈ પટેલ, શ્રી ચિંતનભાઈ પટેલ, શ્રીમતી દક્ષાબેન પ્રજાપતિ, શ્રીમતી મંગળાબેન સહિતના સભ્યોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પાટણના મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.
KAS પરિવારના આ ગરબા મહોત્સવે સામાજિક એકતા, પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથે નવરાત્રિની ઉજવણીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ આપણી સાંસ્કૃતિક ધરોહર સમાન શેરી ગરબાને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ આપ્યો હતો.




