પાટણની કે. કે. કન્યા વિધાલય ગાયકવૃંદ ટીમનું હિન્દી- સંસ્કૃત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા મા ઉત્કૃષ્ટ પ્રદર્શન….

પાટણ તા. 8
ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર દ્વારા આયોજીત રાષ્ટ્રીય સમુહ (હિન્દી – સંસ્કૃત)ગાન સ્પર્ધામાં પાટણની કે. કે. કન્યા વિધાલય ની ગાયકવૃંદ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા પરિવાર સહિત પાટણને ગૌરવ અપાવ્યું છે.
ગત રવિવારે વિસનગર ના સમૅથ ડાયમંડ ભવન ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર દ્વારા આયોજીત રાષ્ટ્રીય સમુહ (હિન્દી – સંસ્કૃત)ગાન સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતના વિવિધ જિલ્લા ની ટીમો સાથે પાટણની કે. કે. કન્યા વિધાલય ની ટીમે પણ ભાગ લીધો હતો.
આ ગાયકવૃંદ ટીમ છેલ્લાં કેટલાંય વર્ષથી પ્રથમ અથવા દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાની વિવિધ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરેલ છે. આ જ શાળા ની વિદ્યાર્થીનીઓએ બે વખત મુંબઈ, અમદાવાદમાં ભાગ લઈ પ્રતિનિધિત્વ કરેલ છે. તેમજ ગત વર્ષે રાષ્ટ્રીય કલા ઉત્સવમાં પુના ( મહારાષ્ટ્ર) ખાતે સમુહ ગાન સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરી સદર શાળાના આ ગાયક વૃંદે શાળા માંથી નિવૃત થયેલ સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામીના યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.શાળાના આ ગાયક વૃંદમાં શાળાની વિદ્યાર્થીનીઓ પઠાણ ફાયઝા,પઠાણ ફલક નાઝ, સાનિયા રાઉમા,નિરલ ઠાકોર,ભૂમિકા ઠાકોર, ઠાકોર સંજના,ઠાકોર અવની, દિયા પ્રજાપતિ, વાદ્ય વૃંદમાં ધ્રુવ દરજી, દીર્ઘ ભટ્ટનો સહકાર સાંપડ્યો હતો. તેમજ શાળાના શિક્ષિકા શ્રીમતી જિગીષાબેન અને શ્રીમતી નમ્રતાબેન ઠક્કરે ટીમ મેનેજર તરીકે સહકાર આપ્યો હતો.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંગીત ક્ષેત્રમાં શાળા પરિવાર સહિત પાટણ ને ગૌરવ અપાવનાર ટીમને શાળાના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિ સહિત સ્ટાફ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here