મંડળની બહેનોએ ભક્તિ સંગીત સાથે ભગવાનના ગુણગાન કરી ધન્યતા અનુભવી .

પાટણ તા.૨૯
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ ની પાછળ આવેલ કૈલાશ નગર સોસાયટીમાં રહેતા ડોલીબેન સ્વામીના નીવાસ સ્થાને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મહિલા સત્સંગ મંડળ ની બહેનો દ્વારા સ્વામીનારાયણ ભગવાન ની પારાયણ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મહિલા સત્સંગ મંડળની બહેનો દ્વારા ભગવાન સ્વામિનારાયણના ભક્તિ સંગીત સાથે ગુણગાન ગાઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ડોલીબેન,મીનાબેન અને ચેતનાબેન સહિત ની બહેનોએ ભગવાન સ્વામિનારાયણની સમૂહ આરતી ઉતારી પ્રસાદનું વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.



