પાટણની બોમ્બે મેટલ શાળા ખાતે ગુરૂપુર્ણિમા એ શ્રેષ્ઠ શિક્ષકો અને વિધાર્થીઓને સન્માનિત કરાયા…

પાટણ તા. ૧૧
ઉતર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળા ખાતે ગુરૂપુર્ણિમા ના પવિત્ર દિવસે ભારત વિકાસ પરિષદ દ્વારા ગુર ગુરૂ વંદન છાત્ર અભિનંદન કાર્યકમની સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કમલેશભાઈ સ્વામી,કેયુરભાઈ જાની, નરેંન્દ્રભાઈ,રાજેશભાઈ સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી ગુરૂ શિષ્યના સબંધ વિષે ખૂબ સુંદર માહિતી પ્રદાન કરી પર્યાવરણની જાળવણી અને શાળાને કાયમ માટે સ્વચ્છ રાખવા માટેના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here