પાટણના તિરુપતિ માર્કેટ માં શ્રી હમીર ભારથીજી મહારાજની સમાધિ સ્થાનકે વેપારીઓએ સમુહ પૂજન કર્યું…

પાટણ તા. ૧૧
ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પાટણ બગવાડા દરવાજા નજીક આવેલ તિરૂપતિ માર્કેટમાં પ.પૂ. શ્રી હમીર ભારથીજી મહારાજની સમાધિ સ્થાનકે માર્કેટના તમામ વેપારીઓ દ્વારા સમૂહમાં ગુરૂ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું.
તિરુપતિ માર્કેટના વેપારીઓએ વહેલી સવારે શ્રી હમીર ભારથીજી મહારાજની સમાધિ સ્થાનકે ગુરુ મહારાજનો ભૂદેવ ના મંત્રોચ્ચાર વચ્ચે મહા અભિષેક કરી પૂજા- અર્ચના સાથે ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી તમામ વેપારીઓના વેપાર ધંધા કાયમ માટે ધમધમતા રહે તેવી પ્રાર્થના કરી વિશ્વ કલ્યાણ ની કામના વ્યક્ત કરી સૌ વેપારીઓએ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here