
પાટણ તા. ૧૧
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંઈ એલર્ટ ગ્રુપ પાટણ દ્વારા પાટણ થી ચાણસ્મા સાંઈ બાબા ધામ નો બાબા ના રથ સાથે સાંઈ ભક્તોનો બાઈક સંઘ ડીજે ના ભક્તિ સંગીત વચ્ચે શહેરના રોકડીયા ગેટ, લક્ષ્મી બેકરી ખાતેથી નિકળ્યો હતો.
આ બાઈક સંધમા પાટણ સાઈ એલર્ટ ગ્રુપના ગોપાલસિંહ રાજપુત સહિતના સભ્યો પોતાના પરિવાર સાથે જોડાયા હતા અને સાઈધામ ચાણસ્મા ખાતે આ સાંઈબાબા બાઈક સંઘે પહોંચી બાબાની પાલખી યાત્રા મંદિર પરિસરમાં યોજી પુજા અચૅના સાથે મંદિર શિખર પર ધજા લહેરાવી સાંઈબાબા ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.




