પાટણની રાણકીવાવ અને ભદ્રકાળી મંદિરે ભવ્ય દીપોત્સવ; ૫,૦૦૦ દિવડાની રોશની સાથે મહા આરતી…

પાટણમાં ભક્તિ અને સેવાનું પર્વ : ૫,૬૪,૪૦૦ સ્થળોએ પ્રજ્વલિત થયા ‘આશીર્વાદના દીવા’!

પીએમ મોદીના જન્મદિવસે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પાટણમાં ગુંજ્યો સ્વચ્છતાનો સંદેશ!

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે સમગ્ર જિલ્લામાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ ભવ્યતાથી ઉજવાયો હતો. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અંદાજે ૫,૬૪,૪૦૦ સ્થળોએ દીપ પ્રજ્વલિત કરી સેવા, સ્વચ્છતા અને જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ અભિયાન હેઠળ પાટણ ઐતિહાસિક રાણકીવાવ ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભવ્ય દીપોત્સવ યોજાયો હતો. જ્યારે નગરદેવી શ્રી પાટણ શહેરના ભદ્રકાળી માતાના મંદિર ખાતે ૫,૦૦૦ દિવડાઓ પ્રજ્વલિત કરી ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સેવા અને સંકલ્પના આ મહાપર્વમાં જોડાયા હતા…..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here