
પાટણ તા.૨૩
આજના આ ટેકનોલોજીના યુગમાં દરેક સમાજના આગેવાનો પોતાના સમાજના યુવાનો શિક્ષિત બને અને પોતાનો સમાજ ઉન્નતિ ના શિખરો સર કરે તેવી વિભાવના ચરિત્રાથૅ કરવા શૈક્ષણિક સંકુલ અને લાઇબ્રેરીના નિર્માણ કરી સમાજના દિકરા – દીકરીઓને તેનો લાભ મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવી રહ્યા છે.
પાટણ ઠાકોર સમાજ દ્વારા પણ ઠાકોર સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકે તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સંચાલિત સમાજની દીકરીઓ માટે પાટણ ખાતે અધ્યતન સુવિધા સંપન્ન સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરી નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે લાઇબ્રેરીનું તા.8 જુનના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે.
પાટણ શહેરમાં ઘણી બધી લાઇબ્રેરી આવેલી છે પણ મોટાભાગ ની લાઇબ્રેરી માં વિદ્યાર્થીઓ પાસેથી જરૂરી ફી વસુલી લાઇબ્રેરીમાં વાંચન અંર્થે બેસવા દેવામાં આવતાં હોય છે પરંતુ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સંચાલિત સમાજ ની દિકરીઓ માટે નિમૉણ કરવામાં આવેલ આ લાઈબ્રેરી માં કોઈ પણ જાતના પૈસા વગર પ્રવેશ આપવામાં આવનાર હોવાનું સમાજના આગેવાનો એ જણાવ્યું છે.
ઠાકોર સમાજ ની દીકરી ઓ માટે ખૂબ સુંદર લાઇબ્રેરી સમાજ દાતાઓ ના દાન-ભેટથી નિમૉણ કરવામાં આવ્યું છે ત્યારે આ લાઈબ્રેરી માં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને એસી ની જરૂરિયાત પુરી કરવા સમાજના નવઘણજી અને મનોજભાઈ સહિતના આગેવાનોએ વિનયસિંહ ઝાલા, જયદીપસિંહ ઠાકોર અને ટીનભાઝાલા ને વાત કરતા તેઓ દ્રારા સમાજના દાનવીર ભામાશા મહેશભાઈ ઠાકોર ખોડીયાર ખોરજ ને સમાજની દીકરીઓ માટે તૈયાર થયેલી લાઇબ્રેરીમાં એસી ની જરૂરિયાત હોવાનું જણાવતા તેઓએ એક પણ મિનિટનો વિચાર કર્યા વગર તાત્કાલિક હેવી કેપેસીટી ના ત્રણ એસી લાઇબ્રેરીને અપૅણ કરતાં સમાજનાં આવા દાતાઓની દાનવીરતાને સમાજના સૌએ સરાહી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




