આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157 મી જન્મજયંતિ નિમિત્તે પાટણમાં રેલ્વેના પહેલા ગળનાળા પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને વિવિદ્ય રાજકીય પક્ષો તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતુ તેમજ ગાંધીજી અમર રહોના નારા સાથે ગાંધીજીને યાદ કર્યાં હતા.
આ પ્રસંગે વિવિદ્ય રાજકીયપક્ષોના હોદ્દેદારો, સામાજીક સંગઠનના હોદ્દેદારો સભ્યો સહિત પાટણના નામી વ્યક્તિઓ દ્વારા પૂજ્ય બાપુને ફુલહાર તેમજ સુતરની આંટી દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારત વિકાસ પરિષદ, એમ.કે. યુનિવર્સીટીના મુકેશભાઈ પટેલ, પાટણ નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા સહિત નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ સહિતના કોર્પોરેટરો તેમજ વિવદ્ય આગેવાનો અને સામાજીક કાર્યકરો દ્વારા ગાંધીજીને તેમના 157માં જન્મદિવસે માલ્યાર્પણ કરી ગાંધીજી અમર રહો ના નારા સાથે ગાંધીજીના સિદ્ધાન્તો અને આદર્શોનું જીવનમાં મહત્વ અને આઝાદીની લડાઈમાં ગાંધીજીની કામગીરીને બિરદાવી તેમના આદર્શો ઉપર ચાલવાની નેમ વ્યક્ત કરી હતી.
Home Uncategorized પાટણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતિ શ્રદ્ધાંભેર ઉજવાઈ: વિવિધ રાજકીય પક્ષો અને...



