બેચરાજી તાલુકા ભાજપ સંગઠન દ્વારા આદિવાડા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યસભાના પૂર્વ સાંસદ તથા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી નટુજી ઠાકોર સાહેબની અધ્યક્ષતામાં બેચરાજી તાલુકા ભાજપ સંગઠનની ટિફિન બેઠક પૂર્વ પ્રમુખ શ્રી કેશુભાઈ પ્રજાપતિના આદિવાડા સ્થિત ફાર્મ ખાતે યોજાઈ હતી.
બેઠકમાં બેચરાજી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ સહિત ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો તેમજ મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી નટુજી ઠાકોર સાહેબે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને નેતૃત્વ હેઠળ રાજ્ય તથા દેશના વિકાસમાં આવેલા વિવિધ સકારાત્મક પરિવર્તનો અંગે પોતાના અનુભવો અને વિચારો વ્યક્ત કર્યા હતા.
ગાંધી જયંતિના પાવન અવસરને અનુરૂપ ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લઈ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું.
આ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ડો. બાબુભાઈ પ્રજાપતિ, પાટણ જિલ્લા ભાજપ ડોક્ટર સેલના કન્વીનર ડો. અંબાલાલ પટેલ તથા ડો. અવધ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ સંગઠનના સાથી કાર્યકરો સાથે સૌએ સાથે મળીને ટિફિન ભોજનનો આનંદ માણ્યો હતો. સંગઠનના કાર્યકરો વચ્ચે આત્મીયતા, સંવાદ અને સંગઠનભાવના વધુ મજબૂત બને તેવા વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.



