પાટણમાં NDPS કેસમાં ૧૨ વર્ષથી નાસતો-ફરતો આંતરરાજ્ય માદક દ્રવ્યોનો તસ્કર પાટણ SOG એ ઝડપી પડ્યો….

બનાસકાંઠા રેન્જ (પાલનપુર) પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લાના તેમજ અન્ય જિલ્લા-રાજ્યોના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે તા. ૦૭/૧૦/૨૦૨૬થી ૨૭/૧૦/૨૦૨૬ દરમિયાન વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે તપાસમાં હતો. તે દરમિયાન ટીમ દ્વારા આંતરરાજ્ય માદક દ્રવ્યોની દાણચોરી, પરિવહન, કાવતરાં અને સપ્લાય ચેઇન ચલાવતા અને છેલ્લા ૧૨ વર્ષથી નાસતા-ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના રતલામ જિલ્લા સ્થિત બીલપાન્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ કલમ-૮, ૧૫, ૨૯, ૨૭(ક), ૨૫ મુજબના ગુના (રજી. નં. ૨૫૯/૨૦૧૪)નો વોન્ટેડ આરોપી અશોકકુમાર ફતેરામ ઠક્કર (ઉં.વ. ૫૩) હાલ પાટણ ખાતે હાજર છે. બાતમીના આધારે SOG ટીમે કાર્યવાહી કરીને તેને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી અશોકકુમાર ફતેરામ ઠક્કર મૂળ બોરૂડા (દરજીવાસ, તા. સાંતલપુર, જિ. પાટણ)નો વતની છે અને હાલ જી-૨૦૩, મંગલમ નિર્વાણ, ડીવાઇન રોડ, સાયન્સ સીટી, સોલા (અમદાવાદ) ખાતે રહેતો હતો તેમજ પાટણના મીરા દરવાજા ખાતે પણ રહેતો હતો. પોલીસે આરોપીની BNSS કલમ-૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બીલપાન્ક પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીનો આંતરરાજ્ય ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે, જેમાં રાજસ્થાનના આબુરોડ શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં નોંધાયેલ ગુના નં. ૨૦૩/૨૦૨૨ (NDPS એક્ટ કલમ ૮, ૧૮) તથા મધ્યપ્રદેશના તાલ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલ ગુના નં. ૧૫૮/૨૦૨૩ (NDPS એક્ટ કલમ ૮, ૧૫, ૨૯) જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર સફળ કામગીરીમાં પાટણ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.પી. ઠાકોર તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયમીનકુમાર કુબેરભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતજી હમીરજી જોડાયેલા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here