પાટણ એપીએમસી હોલ ખાતે ર્ડા.આંબેડકરજી ની જન્મ જયંતિ નિમિત્તે
મોરલો ગૃપ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો..

લોકડાયરામાં ગુજરાત નાં સુપ્રસિદ્ધ ગાયક કલાકારો એ રમઝટ મચાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કયૉ..

પાટણ એપીએમસી હોલખાતે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી રમતમગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રર્વત્તિઓ વિભાગ,ગુજરાત સરકાર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મોરલો ગૃપ દ્વારા આયોજિત ર્ડા.બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોકડાયરા ના કાર્યક્રમ ને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના મહાનુભાવો દ્રારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
લોકડાયરામાં ગુજરાત નાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિનય નાયક, જયેશરાજ બારોટ,જગદીશગોસ્વામી,દિપક જોષી અને માનસી દવે ના સૂરીલા કંઠે જમાવટ કરતાં ઉપસ્થિત શ્રોતાગણ મંત્રમુગ્ધ બન્યો હતો.
પાટણ એપીએમસી હોલ ખાતે ર્ડા.બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે આયોજિત ભવ્ય લોકડાયરાના આ કાર્યક્રમને સફળ બનાવવા મોરલો ગૃપના ચેરમેન શૈલેષભાઈ ગોસ્વામી સહિત ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here