પાટણ એલસીબીની પ્રસંશનીય કામગીરી : ટીમે દિવાળી પૂર્વે શંખેશ્વર વિસ્તાર માંથી વિદેશી દારૂનો જથ્થો લઈ જતુ કન્ટેનર ઝડપી પાડ્યુ…

વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-૧૭,૫૯ર કિં.રૂ.૬૬,૨૭,૬૦૦ મળી કુલ રૂ.૮૬,૨૭,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો…

પાટણ તા. ૩
પાટણ એલસીબી ટીમે ચોકકસ બાતમીના આધારે દિવાળી પૂર્વે જ પાટણ જિલ્લાના શંખેશ્વર પંથક માથી વિદેશી દારૂ નો જથ્થો ભરીને જઈ રહેલ કન્ટેનર ને ઝડપી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-૧૭,૫૯ર કિં.રૂ.૬૬,૨૭,૬૦૦ મળી કુલ રૂ.૮૬,૨૭,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા,સરહદી રેન્જ, ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબિશનની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો શંખેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે બિલીયા ગામ પાસે જય ગોગા હોટલના પાર્કિંગ એરિયામાં રાખી અશોક લેલન કંપનીની ઇકોમેટ સ્ટાર કન્ટેનર ગાડી નંબર- NL-01-AG-1484 માં ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧૭,૫૯૨ કુલ કિં.રૂ.૬૬, ૨૭,૬૦૦ તથા અશોક ઇકોમેટ સ્ટાર કન્ટેનર ગાડી કિ.રૂ.૨૦,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ ૮૬,૨૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ સમગ્ર કાર્યવાહી દરમ્યાન (૧) શ્રી આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સપેક્ટર., એલ.સી.બી.પાટણ (૨) શ્રી એચ.ડી.મકવાણા, પોલીસ ઇન્સપેક્ટર (૩) શ્રી એસ.બી.સોલંકી, પોલીસ સબ ઇન્સપેક્ટર (૪) એ.એસ.આઇ. લાલાભાઇ ચેહાભાઇ (૫) અ.હેડ.કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ (૬) અ.હેડ.કોન્સ. મૌલીકકુમાર કિર્તીકુમાર (૭) અ.હેડ.કોન્સ. વનરાજસિંહ રાણાજી (૮) આ.પો.કો. પ્રવિણસિંહ જેસંગજી (૯) ડ્રા.પો.કો. બીપીનકુમાર વેરશીભાઈ સહીતના પોલીસ અધિકારી/કર્મચારીઓએ કામગીરી બજાવી શંખેશ્વર પો.સ્ટે. પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી અશોક લેલન કંપનીની ઈકોમેટ સ્ટાર કન્ટેનર ગાડી નંબર-NL-01-AG-1484 ગાડીનો અજાણ્યો ચાલકઅને ગાડી નંબર-NL-01-AG-1484 માં દારૂ ભરાવનાર અજાણ્યો ઇસમ સહિત વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમ ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.


અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here