પાટણ ગાયનેક હોસ્પિટલમાં બે સોનોગ્રાફી મશીન સીલ કરાયા.

બ્લેસિંગ વુમન્સ હોસ્પિટલ દ્વારા પીસી પીએનડીટી નો નિયમ ભંગ કરતા થઈ કાર્યવાહી.

પાટણમાં ડોક્ટરોમાં ફેલાયો ફફડાટ.

પાટણ શહેરની બ્લેસિંગ વુમન્સ હોસ્પિટલમાં પીસી પી એનડીટી એક્ટના ભંગ બદલ આરોગ્ય તંત્રના તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા બે સોનોગ્રાફી મશીન સીલ કરાતા ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પાટણ શહેરમાં સુભદ્રાનગરમાં આવેલી ગાયનેક ડોક્ટર ભદ્રેશ પાંચીવાલાની બ્લેસિંગ વુમન્સ હોસ્પિટલમાં તંત્રની ઓચિંતી તપાસમાં કાયદાનો ભંગ કર્યો હોવાનું જણાતા પાટણ તાલુકા હેલ્થ ઓફિસરે તેમને નોટિસ આપી હતી અને આ મામલો તાલુકા એડવાઈઝરી સમક્ષ મુક્યો હતો જેમાં કમિટીની ભલામણ આધારે હોસ્પિટલમાં પંચો અને સાક્ષીઓની હાજરીમાં બે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા હતા.
આ અંગે ટી એચ ઓ અધિકારી અલ્કેશ સોયલે જણાવ્યું હતું કે આ કાર્યવાહી બાદ હવે વધુ આધાર પુરાવો ના આધારે કાનૂની કાર્યવાહી થશે જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે ટી એચ ઓ એ નોટિસ આપી મશીન સીલ કર્યા છે 27મી એ જિલ્લા કક્ષાની મિટિંગમાં તેઓ અપીલમાં આવશે તેવું આરોગ્ય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે……..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here