મહિલા અને બાળ કચેરી પાટણ ધ્વારા આયોજીત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામની બાલિકા પંચાયતની દીકરીઓ સાથે પાટણ જીલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો.


પાટણ જીલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા દિકરીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો તેઓ દ્વારા દિકરીઓ ને શિક્ષણ વિષે પૂછવામાં આવ્યું હતું અને દીકરીઓને પગભર થવા પર ભાર મુકવામાં આવ્યો હતો, બાલિકા પંચાયત ની દિકરીઓનો પરિચય મેળવીને તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ માહિતી મેળવી હતી, તેમજ જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો. બાલિકા પંચાયત ની ભૂમિકા અને સરકારશ્રી નો હેતુ તેમજ ઉદેશ્ય વિશે મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામી દ્વારા માહિતી આપવામાં આવી.
બાલિકા પંચાયતની દિકરીઓને કલેકટર અરવિંદ વિજયન દ્વારા શૈક્ષણિક કીટ અને ઘડિયાળ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
તસ્વીર શૈલેષ નાયી પાટણ



