કિર્તીભાઈ પટેલ છેલ્લા 28 વર્ષ થી નગર પાલિકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા…

પાટણ તા. 30
પાટણ નગર પાલિકામાં છેલ્લા 28 વર્ષ થી એન્જીનીયર તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી સેવા નિવૃત થનાર અધિકારીનો સોમવારે પાલિકા ખાતે વિદાય અને સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ,બ્રહ્માકુમારી સેન્ટરના પ. પૂ. નિલમ દીદી ,કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ , ઉપ પ્રમુખ હિનાબેન શાહ , ભૂગર્ભ ગટર સમિતિ ના ચેરમેન પ્રવીણાબેન પ્રજાપતિ,નગરપાલિકાના નગરસેવકો, નગરપાલિકાનાઅધિકારીઓ, કર્મચારીઓ ,પૂર્વ કર્મચારીઓ સહિત કીર્તિભાઈ ના પરિવારના સભ્યો વિગેરે સ્નેહીજનોએ ઉપસ્થિત રહી કીર્તિભાઈ પટેલને સાલ ઓઢાડી બુકે અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીના નીલમદીદીએ કીર્તિભાઈને આર્શીવચન પાઠવ્યા હતા .નગર સેવકો અને સહ કર્મચારીઓએ કિર્તી ભાઈ સાથે નોકરીમાં વિતાવેલ સમયને યાદ કરી તેમના મિલન સાર સ્વભાવ અને સાથે મળી કામ કરવાની ભાવના ને બિરદાવી હતી. તેમજ તેમનું નિવૃત્તિ જીવન તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી.
નગર પાલિકા ના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે એન્જિનિયર કિર્તીભાઈ પટેલ નો નગર પાલિકાના કામકાજમાં ખુબજ સુંદર સહકાર મળેલ છે .નગર પાલિકા ની જ્યાં જરૂર પડશે ત્યાં અમે તેમને મદદ કરીશું.કિર્તીભાઈ પટેલે જણાવ્યું હતું કે મને મારી ફરજ દરમિયાન નગર પાલિકા ના અધિકારી ,
કર્મચારીઓ અને નગર પાલિકાના પૂર્વ અને હાલ ના પદાધિકારીઓનો ખુબજ સારો સહકાર મળ્યો છે .તેથી 28 વર્ષ ક્યારે પુરા થઈ ગયા તે ખબર જ નથી પડી તેમ જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




