બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠકમાં હોદ્દેદારોની પસંદગી કરાતા શુભેચ્છકો
એ અભિનંદન પાઠવ્યા…

પાટણ તા. 27
પાટણ નાગરિક બેન્કની ચૂંટણી બાદ સોમવારે યોજાયેલી પ્રથમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં સર્વાનુમતે ચેરમેન તરીકે દિલીપ પટેલ અને MD તરીકે કેતા પટેલની વરણી કરવામાં આવતાં શુભેચ્છકોએ તેમની વરણીને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણ નાગરિક બેન્કની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના 15 સભ્યો ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના 9 ડિરેક્ટરો અને પરિવર્તન પેનલના 6 ડિરેક્ટરો વિજેતા બન્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારે નવી રચાયેલી બોડીના ચેરમેન અને MDની પસંદગી માટે પ્રથમ બોડી મિટિંગનું બેકના કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સભાના અધ્યક્ષ તરીકે પૂવૅ ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ દરમિયાન તમામ ડિરેક્ટરોની હાજરીમાં સર્વાનુમતે બેન્કના નવા પ્રમુખ તરીકે દિલીપ પટેલ અને MD તરીકે કેતા પટેલની બિનહરીફ વરણી કરવામાં આવતા ઉપસ્થિત તમામ ડિરેક્ટરો અને શુભેચ્છકો દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પાટણ નાગરિક બેકના નવનિયુક્ત ચેરમેન દિલીપ પટેલ અને એમડી કેતા પટેલે બેકના વિકાસ માટે તેઓ હમેશા તત્પર રહી સૌને સાથે રાખીને કામ કરશે તેવી ખાતરી આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




