પાટણ માખણીયા STP
પ્લાન્ટ ની મુખ્ય પાઈપ લાઈન મા ભંગાણ પડયું..

પાલિકાએ શહેરના તમામ પમ્પિંગ સ્ટેશનો બંધ રાખવાની ફરજ પડી…

STP પ્લાન્ટ ની મુખ્ય પાઈપ લાઈનમાં પડેલ ભંગાણના કારણે શહેરીજનોને પાલિકા પ્રમુખે અપીલ કરી..

પાટણ તા. ૧૩
પાટણ શહેરમાં બહુચર પમ્પિંગ સ્ટેશન નજીક આવેલા માખણીયા એસટીપી પ્લાન્ટ તરફ જતી મુખ્ય રાઈઝિંગ લાઈન રવિવારે તૂટી જતા અને આ બાબતની જાણ પાલિકા પ્રમુખ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી તેનું નિરિક્ષણ કરી આ તુટેલી રાઈઝિંગ લાઈન નું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા ટીમને કામે લગાડી હતી.
માખણીયા એસટીપી પ્લાન્ટ તરફ જતી મુખ્ય રાઈઝિંગ લાઈન તૂટી જવાની આ ઘટનાને પગલે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા છે ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા શહેરીજનોને અપીલ કરી છે કે આ પાઈપ તુટવાના કારણે શહેરના તમામ ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનો રવિવારે બંધ રાખવાની ફરજ પડી છે જેને લઈને શહેરવાસી
ઓને આજના દિવસે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા તેઓએ અપીલ કરી છે.
લાઈનનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ શહેરના તમામ પમ્પિંગ સ્ટેશનો નિયમિત રીતે કાર્યરત કરવામાં આવશે. નાગરિકોને આ કટોકટીની પરિસ્થિતિમાં પાલિકા તંત્ર ને સહકાર આપવા પાલિકા પ્રમુખ દ્રારા વિનંતી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here