પાટણ માર્કેટયાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા બકાલી ઓર્ગેનિક કેરીના ઇન્ડિયન મેંગો સ્ટોર ને કાયૅરત કરાયો.

માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પાટણના સ્વાદ પ્રિય નગરજનોને ઇન્ડિયન મેંગો સ્ટોર પરથી ઓર્ગેનિક કેરીનો સ્વાદ માણવા અપીલ કરી…

પાટણ તા. ૪
ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા ગણાતાં કેરીનું આગમન બજારમાં થતું હોય છે. તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે જેને કેરીનું ફળ ન ગમે, કેરી માત્ર સ્વાદમાં જ નહીં. પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અદ્ભુત છે. કેરી હમેશા ભારતીયો માટે પ્રિય ફળ રહી છે.ત્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં ગુજકોમાસોલે વિધાર્થીઓના ગૃપ બકાલી દ્રારા ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં આવેલ ઈન્ડિયન મેગો કેરીના વેચાણ અર્થે સ્ટોર ઉભા કરી કેરીના શોખીનોને શુદ્ધ અને ગુણવંતા વાળી કેરીનો સ્વાદ ચખાડવાનો પ્રયાસ કરવાની સાથે સાથે વિધાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે સુતત્ય કાર્ય કર્યું છે.
પાટણ શહેરમાં પણ માર્કેટયાર્ડ ખાતે આ ઓર્ગેનિક ઇન્ડિયન મેંગો સ્ટોર ને સોમવારના રોજ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ઇન્ડિયન મેગો સ્ટોરના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પાટણની સ્વાદ પ્રિય જનતાને વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરાયેલી અને ત્રણ કિલો તેમજ પાંચ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ કેરીના બોક્સ ની ખરીદી માટે માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ તેમજ પાટણના પ્રબુધ્ધનગરજનોને અપીલ કરી ગુજકોમા
સોલ દ્રારા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા સમગ્ર ગુજરાત માં કાર્યરત્ કરાયેલ સ્ટોરની મુલાકાત લેવા જણાવ્યું હતું.
સોમવારથી પાટણ માર્કેટયાર્ડ ખાતે શરૂ કરાયેલા આ ઇન્ડિયન મેગો સ્ટોરના પ્રારંભ પ્રસંગે પાટણ ના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ સહિત માર્કેટ યાર્ડના વેપારીઓ તેમજ ખેડૂતો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો એ ઉપસ્થિત રહી આ ઓર્ગેનિક કેરી ની ખરીદી કરી ગુજકોમાંસોલ ની વિધાર્થીઓને આર્થિક મદદ માટે કરાયેલ પહેલ ને
સરાહનીય લેખાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here