પાટણ શહેર નાં નંદાપુરાની ખડકીમાં પાટણ નગરપાલિકા ભુગર્ભ ગટર શાખા દ્વારા ખોદકામ તપાસ કરાઈ…

પાટણ શહેર નાં નંદાપુરાની ખડકી ના રહીશો છેલ્લા એક મહિના થી ભૂગર્ભ ગટર ઉભરાતા અને પીવાનું ગંદુ પાણી આવવાની તકલીફ માં ફરિયાદ કરતાં ભુગર્ભ ગટર શાખાના નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સ્ટાફ સહિત જીસીબી મશીન દ્વારા ખોદકામ તપાસ કરવામાં આવ્યા હતા.

પાટણ નગરપાલિકા વર્તમાન સ્થાનિક એક્ટિવ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા એ ભુગર્ભ ગટર શાખાના નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સ્ટાફ સહિત જીસીબી મશીન દ્વારા મશીન દ્વારા ખોદકામ તપાસ કરાવતા પ્રાઇવેટ જિયો કંપનીના અંડર ગ્રાઉન્ડ વાયરનું જે કામ ચાલી થયું હતું જે કામગીરી આડેધડ કરાઈ હોય નંદાપુરા ખડકી ની ભૂગર્ભ ગટર લાઈન તોડી નાખવામાં આવેલ જણાઈ હતી.

પાટણ શહેર નાં નંદાપુરાની ખડકી ના રહીશો છેલ્લા એક મહિના થી ભૂગર્ભ ગટર ઉભરાતા અને પીવાનું ગંદુ પાણી આવવાની તકલીફ પડી રહી હતી જે બાબતે નંદાપુરા ખડકી ના વારંવાર રજૂઆત એવી જગ્યાએ કરતા હતા પરંતુ સામાજિક અગ્રણીઓ હરગોવનભાઈ બી. પરમાર સુરેશભાઈ એ .પરમાર એ પાટણ નગરપાલિકા સત્તાધીશો અને પાટણ નગરપાલિકાના વર્તમાન સ્થાનિક વોર્ડ ના એક્ટિવ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને રજૂઆત કરતા તેઓએ આજ રવિવાર ના રોજ ભુગર્ભ ગટર શાખાના નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સ્ટાફ સહિત જીસીબી મશીન દ્વારા ખોદકામ તપાસ કરાવતા પ્રાઇવેટ જિયો કંપનીના અંડર ગ્રાઉન્ડ વાયરનું જે કામ ચાલી રહ્યું છે જે કામગીરી આડેધડ કરતા નંદાપુરા ખડકી ની ભૂગર્ભ ગટર લાઈન તોડી નાખવામાં આવેલ છે તેમ સ્થળ પર જોવા મળી રહ્યું છે. ભૂગર્ભ ગટર લાઈન થી પરેશાન નંદાપુરાની ખડકી ના અગ્રણીઓએ જણાવ્યું હતું કે વિવિધ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અન્ડર ગ્રાઉન્ડ વાયરીંગ કરી રહી છે તેને નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને અંડર ગ્રાઉન્ડ વાયરીંગ કરાવવા જેથી કરીને આવી પાટણ નગરપાલિકા વિસ્તારના નાગરિકોને તકલીફ પડે નહીં કેમ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાના વર્તમાન સ્થાનિક એક્ટિવ કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા એ પોતાના નિવેદન માં જણાવ્યું હતું કે ભૂગોળ ગટર લાઈન ની કામગીરી અત્યારે ચાલી રહી છે તે કામગીરી પાટણના સત્તાધીશો વિકાસની કામગીરી કહી રહ્યાં છે પણ તે વિનાશ કામગીરી છે કેમકે જે તે વખતે સત્તાધીશો એ જે કંપનીઓ અંડર ગ્રાઉન્ડ વાયરીંગ નું કામગીરી કરી રહી છે તેમાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કર્યા વગર મિલીભગત કરી ભ્રષ્ટાચાર કરી મેરાપીપળા કરી એવી જગ્યાએ ભૂગર્ભ ગટર લાઈન તોડી નાખવામાં આવે છે જો પાટણ નગરપાલિકાના સત્તાધીશો આ અંડર ગ્રાઉન્ડ વાયરીંગ કરતી જીઓ કંપની હોય જીઈબી હોય અન્ય કંપની હોય તેનું સંયુક્ત રીતે એટલે કે નગરપાલિકાના કર્મચારીને સાથે રાખી અને યોગ્ય કામગીરી કરવામાં આવે તો ભૂકંપ કટર લાઈન કે પીવાના પાણીની લાઈન કે અન્ય કોઈપણ પ્રકારનું નુકસાન થઈ શકે નહીં અને શું વ્યવસ્થિત કામગીરી થઈ શકે પરંતુ આ નગરપાલિકાના સત્તાધીશો ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારમાં મધમસ્ત હોય એટલા માટે જ આ ભૂગર્ભ ગટર લાઈન અલગ અલગ કંપનીઓ તોડી રહી છે આ વિસ્તારના રહીશો છેલ્લા એક મહિનાથી મને રજૂઆત કરતા હતા કે અહીંયા ગંદુ પાણી આવી રહ્યું છે અને ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ રહી છે તો મેં નગરપાલિકામાં જાણકારી આપેલ ને વારંવાર તેનું રીપેરીંગ કામ થતું હતું પરંતુ આજ રોજ જેસીબી મશીન દ્વારા ઊંડો નીચે સુધી ખાડો ખોદી અને તપાસ કરતા જીઓ કંપનીના અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ના કારણે આ ભૂગર્ભ ગટર લાઈન ડેમેજ થઈ જોવા મળે છે અને હાલમાં તેનું રીપેરીંગ કામ ચાલુ છે તો નગરપાલિકા સત્વરે કોઈપણ નગરપાલિકાના જવાબદાર કર્મચારીને સાથે રાખી અને અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ના કામ કરતી કંપનીઓને સૂચના આપી અને સાથે રાખે તો આવા ભૂગર્ભ ગટર કે પીવાના પાણીની લાઈનો ડેમેજ થતી અટકી જાય અને પાટણ નગરપાલિકાને કિંમતી સમય અને આર્થિક બોજ માંથી બચાવી શકાય તેવી માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here