પાટણ સાયન્સ સેન્ટર ખાતે સ્થાપના દિવસે સમર સાયન્સ કેમ્પ સાથે ફ્લાઇટ સિમ્યુલેટર નું ભવ્ય શુભારંભ

ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ અને રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણના ચોથા સ્થાપના દિવસના શુભ અવસરે, આજે ૧ મે ૨૦૨૬ના દિવસે નવું આકર્ષણ ‘ફ્લાઇટ સિમ્યુલેટર’ પાટણના કલેક્ટરશ્રી (તુષાર ભટ સાહેબ) ના વરદહસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઇ ચૌધરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડો નરેન્દ્ર સિંહ ચાવડા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ દ્વારા મુલાકાતીઓને મળશે ચંદ્ર અને મંગળની વર્ચ્યુઅલ સફર પર જવાની મજા.

ગુજરાત રાજ્યના 66મા સ્થાપના દિવસ તેમજ કેન્દ્રના 4મા સ્થાપના દિવસ નિમિત્તે આજે આ નવું નજરાણું મુલાકાતીઓ માટે આવતા સમયમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પહેલ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવા ઉપરાંત નવીન વિચારશક્તિને પ્રોત્સાહિત કરશે। આ સાથે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા ગુજરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદના સહયોગથી આયોજિત ત્રણ દિવસીય આવાસીય સમર સાયન્સ કેમ્પ–1 (વિજ્ઞાનિક કેવી રીતે બનવું) નો પણ પ્રારંભ કરવામાં આવ્યો, જેનો આજે પ્રથમ દિવસ રહ્યો। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ દ્વારા ભાગલેનાર વિદ્યાર્થીઓને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ શિબિર વિદ્યાર્થીઓને વિજ્ઞાન, સંશોધન તથા ભવિષ્યના કારકિર્દી વિકલ્પો પ્રત્યે પ્રેરિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય અને રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ના સ્થાપના દિવસે ફ્લાઇટ સિમ્યુલેટર ના શુભારંભ સાથે સમર સાયન્સ કેમ્પનો ભવ્ય શરૂઆત વિદ્યાર્થીઓ માટે આનંદ, શોધખોળ અને પ્રયોગોથી ભરપૂર યાદગાર સફર સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here