બાલકૃષ્ણ લાલજી હવેલી પાટણમાં પ.પૂ.ગોસ્વામી 108 ગોપેશરાયજી મહારાજશ્રીના જન્મદિવસે સુંદર હિંડોળો ઉત્સવ ઉજવાયો…

બાલકૃષ્ણ લાલજી યાને માજી મહારાજ હવેલીમાં હર રોજ નિત નવા હિંડોળા થતા હોય છે અને એ હિંડોળામાં બાલ કૃષ્ણ લાલજીને ચૂલાવામાં આવે છે ઠાકોરજીનું સ્વરૂપ બાળ સ્વરૂપ હોવાના કારણે બાળ સ્વરૂપને લગતા હિંડોળા થતા હોય છે જેવા કે ફળ ફૂલના, ડ્રાયફ્રુટના , ચાંદીના,જુલાના, બહાના બગીચાના વગેરે નીત નવા હિંડોળા થતા હોય છે. આ હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવતા-ઝુલાવતા મુખ્યાજી ખૂબ લાડ લડાવે છે તે નિરખવા વૈષ્ણવો દૂર દૂરથી આવે છે.


બાલકૃષ્ણ લાલજી હવેલીમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 ગોપેશરાયજી મહારાજશ્રી ના જન્મદિવસ નિમિત્તે ખુબ સુંદર હિંડોળો કરવામાં આવ્યો હતો તેમાં સુંદર સાંજી કરી હતી અને હિંડોળાના દર્શન બાદ જન્મ દિવસ નિમિત્તે સમાજ કીર્તન કરવામાં આવ્યું હતું સમાજ કીર્તન બાદ મહારાજશ્રીને તિલક કરી સર્વ વૈષ્ણવોએ આશીર્વાદ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here