પ્રાથમિક,માધ્યમિક,હિન્દી અને સંસ્કૃત વિભાગમાં સ્કૂલ ના વિધાર્થી ઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું..
પાટણ તા.૧૨
ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન ગત
રોજ APMC હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની ૧૨ જેટલી પ્રાથમિક – માધ્યમિક શાળાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાટણ જિલ્લાની સૌ પ્રથમ સીબીએસસી માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના પ્રાથમિક અને માધ્યમિક વિભાગ નાં વિદ્યાર્થીઓએ વિજેતા બની શાળાને ગૌરવ અપાવ્યું છે.
ઓક્સફર્ડ સ્કૂલ ના પ્રાથમિક વિભાગ (પ્રથમ), માધ્યમિક વિભાગ – હિન્દી (પ્રથમ), અને સંસ્કૃત વિભાગમાં (પ્રથમ) સ્થાન પ્રાપ્ત કર્યું કરતા શાળાના આચાર્ય જોએન સર,યામીની મેડમ, ફાઉન્ડર પ્રિન્સિપાલ જગદીશ કથૂરિયા, મેનેજિંગ ટ્રસ્ટી પુનમ કથુરિયા,શાંતિભાઈ સ્વામી,વિજયભાઈ પટેલ, હર્ષભાઈ પટેલ,હાર્દિક સ્વામી, કમલેશ સ્વામી સહિતના સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી વિધાર્થીઓને તૈયાર કરાવનાર શાળાના શિક્ષકો માનવ પ્રજાપતિ, ધ્રુવ દરજી અને માર્ગદર્શક કમલેશ સ્વામી ને પણ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




