રાણી કી વાવનાં 3D પ્રોજેક્શન મેપિંગ શોએ ‘WOW એવોર્ડ્સ એશિયા 2026’માં ગોલ્ડ મેડલ જીત્યો

આ યુનેસ્કો (UNESCO) હેરિટેજ સાઇટના ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ શોની અત્યાર સુધીમાં 44,000થી વધુ મુલાકાતીઓ મુલાકાત લઈ ચૂક્યા છે

પાટણ
પાટણ સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ‘રાણી કી વાવ’ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ “એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ” કેટેગરીમાં આપવામાં આવ્યો છે.

ભારતના સૌથી પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકોમાં સ્થાન ધરાવતી રાણી કી વાવ દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ગુજરાત સરકારે આ સ્મારક ખાતે અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન પૂર્ણ કર્યું હતું.

આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ શો શરૂ થયો ત્યારથી નિયુક્ત એજન્સી આ શોના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે. 12 જુલાઈ, 2026 સુધીમાં, 44,209થી વધુ મુલાકાતીઓ આ અદભુત પ્રોજેક્શન મેપિંગ શો નિહાળી ચૂક્યા છે.

અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને WOW એવોર્ડ્સ એશિયા 2026માં નોમિનેશન માટે મોકલ્યા બાદ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન ગુજરાતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીના નવીનતમ ઉપયોગને રેખાંકિત કરે છે, જે મુલાકાતીઓને એક આકર્ષક અને ઇમર્સિવ હેરિટેજ અનુભવ પ્રદાન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here